bilimoranagarpalica@yahoo.co.in

(02634) 278611

બંદર

બીલીમોરામાં આવેલું આ બંદર પરિવાર અને મિત્રો સાથે એક દિવસની પિકનિક મનાવવા માટે ખૂબ જ સારી જગ્યા છે. તે બિલિમોરા રેલ્વે સ્ટેશનથી પૂર્વમાં 2 કિલોમીટર દૂર બીલીમોરા શહેરમાં બંદર આવેલું છે. સાંજનો સમય આરામ, કરવા માટે અને સનસેટ નિહારવા માટેનું આ એક ઉતમ સ્થાન છે. આ બંદરની આસપાસ રહેતા લોકો રાવણ દહન, ગણેશ વિસર્જન, દશમા વિસર્જન, નારીયેલી પૂનમ, વગેરે જેવા તહેવારોની ઉજવણી કરે છે.




સોમનાથ મંદિર

બીલીમોરા નું આ મંદિર દક્ષિણ ગુજરાત સૌથી મોટું અને ખૂબ જ પ્રખ્યાત ભગવાન શિવનું મંદિર મંદિર છે. તે પરિવહનની તમામ રીતો દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. અને રેલવે સ્ટેશનની નજીક પણ છે. આ ધાર્મિક સ્થ ળ ખાતે વર્ષો પુરાણું સ્‍વંયભૂ શિવલીંગ છે. દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન એક માસ સુધી મેળો ભરાય છે, જેમાં સોમવારના દિવસે તો અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત અહીં દર વર્ષે મહાશિવરાત્રી ઉત્સમવ પણ યોજાય છે. આ પર્વ નિમિત્તે અહીં ઘી માંથી બનાવવામાં આવેલું કમળ ચઢાવવામાં આવે છે.

આ સ્થાયન વિશાળ મંદિર અને તેના પરિસરને કારણે અતિભવ્ય લાગે છે. જેમાં મોટું પ્રવેશદ્વાર પણ સામેલ છે. આ ઉપરાંત આ સ્થા નની આજુબાજુ ગાયત્રી શકિતપીઠ, જલારામ મંદિર, બ્રહ્માકુમારીનાં દર્શન કરવાલાયક સ્થાાનો આવેલાં છે. આ સંકુલમાં લગ્ની ઉત્સાવ માટે વાડી, બાગ તથા મનોરંજન માટે ઓડિટરીયમ પણ આવેલું છે. આ સ્થાનનમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધત છે.




ગાયત્રી મંદિર

ગાયત્રી મંત્રમાં ૨૪ અક્ષરો છે.આ બીલીમોરાના ગાયત્રી મંદિરમાં ૧૨ ડાબી બાજુ અને ૧૨ જમણી બાજુ પગથિયા ઓ આવેલા છે. તેથી કુલ ૨૪ પગથિયાઓ જે ૨૪ અક્ષરો રજૂ કરે છે. ગાયત્રી માતા પ્રતિમા પણ ભારતની સૌથી મોટી પ્રતિમા છે. અહીં દર વર્ષે મંદિર દ્વારા નવરાત્રીના ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે.




જલારામ મંદિર

જલારામ મંદિર “જલારામ” નામના સૌરાષ્ટ્રના મહાન સંતનું મંદિર છે. દરેક જલારામ જયંતીએ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો મેળો અને મહાપ્રસાદનું આયોજીત કરવમાં આવે છે. તે બીલીમોરા રેલ્વે સ્ટેશનથી 1 કિમી દૂર અને પ્રખ્યાત સોમનાથ મંદિર થી નજીક આવેલું છે.




ગંગા માતા મંદિર

ગંગા માતા મંદિર દેવી ગંગા નદીને સમર્પિત છે. ગંગા નદીને ભારતમાં પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે મંદિર દ્વારા નવરાત્રી ગરબા યોજવામાં આવે છે. આ મંદિર બીલીમોરા રેલ્વે સ્ટેશનથી 2 કિમી પૂર્વમાં આવેલું છે.




શ્રી રામજી મંદિર

બીલીમોરા નગરમાં શ્રી રામ મંદિર ખૂબ સુંદર મંદિર છે. આ શ્રી રામ મંદિર બીલીમોરા શહેરના ડેસરા વિસ્તારમાં સ્થિત છે. તે બીલીમોરા રેલ્વે સ્ટેશનથી પૂર્વમાં 0.5 કિ.મી. અંતરે આવેલું છે. રામ નવમી પર દર વર્ષે ખૂબ જ શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લેવા આવે છે.




દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. બીલીમોરા શહેરમાં સુંદર મંદિર. તે બીલીમોરા રેલ્વે સ્ટેશનથી પશ્ચિમમાં લગભગ 1 કિ.મી અંતરે આવેલું છે.




M.N.R Tata School

બીલીમોરા નગરમાં આવેલ M.N.R Tata School હેરિટેજ સ્કુલ છે જે ૧૦૪ વર્ષ જૂની છે.




ધી જહાંગીર બમનજી પીપીટ ફ્રી રીડીંગ રૂમ

બીલીમોરા નગરમાં આવેલ ધી જહાંગીર બમનજી પીપીટ ફ્રી રીડીંગ રૂમ ખૂબ જૂની લાઇબ્રેરી છે.




Nerogage Train

Bilimora - Vaghai Nerogage Train




WhatsApp WhatsApp us